કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 41

(33)
  • 8.8k
  • 4
  • 6.4k

" કૉલેજ કેમ્પસ "ભાગ-41પરીના હાથના સ્પર્શ માત્રથી આકાશના શરીરમાં રોમાંચ ફેલાઈ ગયો અને તે બોલ્યો પણ ખરો કે, " બરાબર પકડીને બેસજે મને ધીમે ધીમે ચલાવવાની આદત નથી. " પરીનો ગુસ્સો સમાય તે પહેલાં તો આકાશ કંઈ નવું ને નવું તોફાન કરી બેસતો અને કંઈનું કંઈ આડુંઅવળું બોલી બેસતો એટલે પરીની સમજમાં એટલી વાત તો આવી જ ગઈ હતી કે, આ ખોપડી સુધરે તેમ નથી. અને તે પણ આકાશને ચેલેન્જ આપતી હોય તેમ તરત જ બોલી પડી કે, " તારામાં તાકાત હોય તેટલું ફાસ્ટ ચલાવજેને આપણને કોઈ વાતનો ડર નથી લાગતો " અને આકાશે તો ફૂલ સ્પીડમાં પોતાનું બુલેટ હંકારી