‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 9-10

  • 3.7k
  • 1.7k

9 અડધા કલાકનું અંતર ત્રણ કલાકમાં પૂરું કરી અમે ઝાંગ્મુ શહેર પહોંચી ગયા. ચીનની સરહદની અંદર પહેલું શહેર. સાડા સાત હજાર ફૂટ ઊંચાઈ. શિમલા અને ગેંગટોક જેવું ભૂદૃશ્ય. એનો આકાર મોટાં ગામડા જેવો છે પરંતુ જે ઠાઠમાઠથી જાતભાતની દુકાનો સજેલી છે, એને શહેર કહેવું જ ઠીક રહેશે. રસ્તામાં ટ્રકોને કારણે ટ્રાફિક જામ હતો. ભારતીય નંબર પ્લેટવાળી ઘણી ટ્રકો અમારી જીપની આગળ-આગળ હતી. ખબર નહીં, કઈ વસ્તુનો વેપાર થાય છે? ચીનમાં ભારતીય ટ્રક ? ટ્રક પણ ક્યાંના ક્યાં પહોચી જાય છે!  દેશ તિબેટનો અને રાજ ચીનનું છે એ તો પહોંચતાં જ સ્પષ્ટ થઈ ગયું હતું. તિબેટી એપ્રનમાં સ્ત્રીઓ ચીની લિપિમાં લખેલા