વારસદાર - 35

(96)
  • 7.2k
  • 6
  • 5.5k

વારસદાર પ્રકરણ 35" હા જયેશ મહાદેવે બહુ જ કૃપા કરી છે. આ મર્સિડીઝ મારી પોતાની જ છે. અને હવે ડ્રાઇવર પણ રાખી લીધો છે. તારો આ મિત્ર હવે કરોડોપતિ બની ચૂક્યો છે. હું તમને લોકોને ખાસ મળવા માટે જ આવ્યો છું." મંથન બોલ્યો. મંથનની વાત સાંભળીને જયેશ ખૂબ જ આશ્ચર્ય પામ્યો. કોઈ માણસ આટલા ટૂંકા સમયમાં આટલી બધી પ્રગતિ કેવી રીતે કરી શકે ? ગાડી તો માનો કે લોન ઉપર લઈ શકે. પરંતુ એના સસરાએ હજુ નવી સ્કીમની જાહેરાત કરી હતી એમાં એ છ મહિનામાં કરોડોપતિ કેવી રીતે બની શકે ? જયેશ મધ્યમ વર્ગનો એક સામાન્ય યુવાન હતો. મંથનની આ