વારસદાર - 34

(100)
  • 7.5k
  • 7
  • 5.7k

વારસદાર પ્રકરણ 34ગડાશેઠનો માણસ સવારે ૧૦ વાગે જ આવી ગયો . એની સાથે જઈને જુહુ સ્કીમના રોડ નંબર ૧૩ ઉપર ૩૫૦૦ ચોરસ વારનો એક પ્લોટ હતો એ અંદર ચારે બાજુ ફરીને મંથને જોઈ લીધો. આ પ્લોટ મોકાનો હતો. ૩૦૦૦ ચોરસ ફૂટનો એક એવા ૪૦ ફ્લેટનું એક ટાવર આરામથી થઈ શકે એવી જગ્યા હતી. અતિ સમૃદ્ધ વર્ગ અહીં રહેતો હતો અને દરેક ફ્લેટ ૫ કરોડમાં આરામથી વેચાઈ જાય એમ હતો. ઘણા જાણીતા ફિલ્મી કલાકારો પણ આજ એરિયામાં રહેતા હતા. ઇસ્કોન મંદિર પણ થોડેક જ દૂર હતું. જૂહુ બીચ પણ બાજુમાં જ હતો. બાંદ્રા વેસ્ટ માં બેન્ડ સ્ટેન્ડથી થોડેક આગળ કોન્કર્ડ એપાર્ટમેન્ટ