વારસદાર - 32

(98)
  • 7.9k
  • 3
  • 5.6k

વારસદાર પ્રકરણ 32મંથન અને અદિતિ અમદાવાદ જઈને આવ્યાં એ વાતને બે મહિનાનો સમય પસાર થઈ ગયો. આ બે મહિનામાં મંથનના જીવનમાં ઘણું બધું પરિવર્તન આવી ગયું. મંથનની ઓફિસ ફૂલ ટાઈમ ચાલુ થઈ ગઈ. ઓફિસમાં લેન્ડલાઈન ફોન પણ લઈ લીધો. રથયાત્રાના દિવસે જ મંથનની અંધેરીની ઓફિસનું ઉદઘાટન થયું અને એ જ દિવસે બોરીવલીમાં ગોરાઈ લિંક રોડ ઉપર અદિતિ ટાવર્સનું ભૂમિ પૂજન પણ થઈ ગયું. કન્સ્ટ્રક્શન ચાલુ કરવા માટે ઝાલા સાહેબે દોડધામ કરીને મ્યુનિસિપાલિટી માંથી તમામ પરમિશનો પણ પોતાની ઓળખાણો અને એજન્ટ નો ઉપયોગ કરીને લઈ લીધી. ચોમાસાના દિવસો ચાલુ થઈ ગયા હતા એટલે આખા પ્લોટ ઉપર સૌ પ્રથમ તો ઉપર પતરાનો