લક્ષ્મી, અક્કલનું કે મહેનતનું ઉપાર્જન

  • 2.6k
  • 882

            આખા જગતે જ લક્ષ્મીને મુખ્ય માની છે. હરેક કામમાં લક્ષ્મી જ મુખ્ય છે. લક્ષ્મીનો પ્રતાપ કેટલો સુંદર છે, નહીં? બીજી કોઈ એવી ચીજ છે કે બધું ભૂલાડી દે એવી? નહીં, એક સ્ત્રી ને લક્ષ્મી. આ બે બધુંય ભૂલાડી દે. ભગવાન તો એને યાદ જ ના આવવા દે. માટે પ્રીતિ જ પૈસા પર છે. એ એનો અગિયારમો પ્રાણ છે અને આખા જગતનો વ્યવહાર પણ લક્ષ્મીથી જ ચાલે છે ને! હવે એ લક્ષ્મી કેવી રીતે આવતી હશે?             જો પૈસા મહેનતથી કમાવાતા હોય તો આ મજૂરોની પાસે ઘણાં બધાં પૈસા હોય. કારણકે આ મજૂરો જ વધારે મહેનત કરે છે ને! પણ