ઇકરાર - (ભાગ ૧૮)

(11)
  • 4k
  • 1
  • 1.8k

રીચાના મોંએથી આદિ નામ સાંભળીને મને આશ્ચર્ય થયું એ એટલા માટે નહીં કે રીચાને એની સાથે કોઈ સંબંધ છે પણ એટલા માટે કે છ મહિનાથી હું રીચાને ઓળખું છું અને હવે તો અમે દોસ્ત પણ હતા છતાં આખા ઘરને ખબર હતી કે આદિ કોણ છે સિવાય મારા. રીચા પાણી પીધા પછી શાંત થઈ એટલે મેં ફરી એને પૂછ્યું, “કોણ છે આદિ અને શું થયું છે?” રીચાએ બે સામાન્ય શ્વાસ લઈને પોતાની અંદરના વંટોળને શાંત કરીને કહેવાનું ચાલુ કર્યું, “આદિ મારી સોસાયટીમાં જ રહેતો હતો. અમે બંને નાનપણથી ફ્રેન્ડ્સ છીએ. બાળપણની મિત્રતા જુવાનીમાં બદલાઈ જાય છે, એ મને એ વખતે ખબર