ઇકરાર - (ભાગ ૧૭)

  • 2.7k
  • 1
  • 1.3k

મોલમાં આવતી વખતે કારમાં જે હિલોળે ચડી હતી એ જ રીચા જતી વખતે કારમાં એકદમ ગુમસુમ બેઠી બેઠી એકીટશે કારની બારી બહાર જોઈ રહી હતી. અચાનક તેનું તોફાન શમી જવાનું કારણ મને ખબર નહતી ને એમાં એને ધારણ કરેલી ખામોશી મને વધુ વિહવળ બનાવી રહી હતી. મોલમાં એવું તે શું બન્યું કે રીચા ગુસ્સે થઈ ગઈ અને કંઈપણ સાંભાળવા જ માંગતી નહતી કે મારા વારંવાર પૂછવાથી પણ કંઈ કહેતી ન હતી. ઘરે આવીને પણ એ કોઈની પણ સાથે વાત કર્યા વિના સીધી જ એના રૂમમાં જતી રહી હતી અને દિવ્યાના કહેવા છતાં પણ જમવાનું એમ કહીને ટાળી દીધું હતું કે