‘અવાક’:કૈલાશ - માનસરોવર : એક અંતરયાત્રા. ભાગ: 7-8

  • 3.4k
  • 1.6k

7 શિવ સ્તુતિ-ગાન સાથે આગળની સવારે ધૂલિખેલથી અમારી બસ ચાલી.   કદાચ  સહસ્ર નામ હતાં. અમારા જૂથમાં ચેન્નઈના એક સ્વામીજી હતાં, વેદ પાઠશાળા ચલાવતા હતા. પંદર ભક્તો સાથે તેઓ આ તીર્થયાત્રા પર આવ્યા હતા. એમના જ એક ભક્તે ગાવાનું શરૂ કર્યું. જેવું શરૂ થયું, ચિંતા થઈ, પરંતુ થોડી જ વારમાં અમે ભગવાન શિવના ચરણોમાં હતાં. શિવ શિવ શિવ શિવ સદાશિવા.....મહા મહા મહા મહા મહાદેવા..... એક-એક નામમાં એમના નવા સ્વરૂપનો સંકેત હતો. ધુમ્મસ અને પહાડી રસ્તા વચ્ચે શિવ ઉભરી રહ્યા હતાં..... સંગીતની પણ  શું શક્તિ છે. કોઈ તરંગ જેવી વસ્તુમાં લપેટીને તે અમને ક્યાંક બીજે મૂકી આવતું.   આ ભક્તિ-ભાવમાં વહેતાં મને