જેમ જેમ દિવસો વીતતા જતા હતા તેમ તેમ મારી એલીસ પ્રેત્યેની આસક્તિ વધતી જતી હતી. મારું ધ્યાન હવે કામમાં લાગતું ન હતું. હું સબ વેની મારી શિફ્ટ પૂરી કરી ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં જાઉં અને ત્યાંથી ઘરે આવું એટલે દરેક રાત મારા માટે ભારે બની જતી અને હું ફરી જલ્દી સવાર પડવાની રાહ જોતો ને એલિસને યાદ કરતો સુઈ જતો. એલીસ પણ મારી સાથે ભળવા લાગી હતી. એ મહર્ષિ બોલવા જતી, પણ એના મોમાંથી હંમેશ મરશે બોલાતું પણ મને બહુ પ્રિય લાગતું. હું એને કામ કરતી વખતે ઉડતી નજરે જોઈ લેતો, પણ ઘણીવાર મારૂ ચોરીછૂપીથી જોવું એ પકડી લેતી અને આછકલું સ્મિત