અયાના - (ભાગ 33)

(11)
  • 3.2k
  • 2
  • 1.2k

અંકલ નું વર્તન અયાના ને સમજાતું ન હતું....અગત્સ્ય ને લઈને એ ખૂબ જ ગંભીર હતા ...અગત્સ્ય નું નામ કોઈને નહિ કહેવાનું અને એને કોઈ સાથે મળવાની પણ ના પાડી ...અંકલ અગત્સ્ય ને બધાથી છુપાવા કેમ માંગે છે એ અયાના ને સમજાતું નહતું....વિચારોમાં ખોવાયેલી અયાના હાથમાં અગત્સ્ય ની ફાઈલ લઈને લોબીમાં ધીમે ડગલે ચાલી રહી હતી ...લિફ્ટ આવી અને અયાના અંદર ગઈ...લિફ્ટ ની અંદર બે નર્સ અને સમીરા હતી...જેનાથી અયાના સાવ અજાણ હતી ..."હેય..."સમીરા એ કહ્યું પરંતુ અયાના નું ધ્યાન નહતું...એ હજુ પણ અગત્સ્ય ના વિચારોમાં ખોવાયેલી હતી ..."હા....ય..." સમીરા એ અયાના ના કાન પાસે આવીને મોટેથી કહ્યું..."હ....ઓહ હાય.... " જાણે