કનેક્શન-રૂહ સે રૂહ તક - 20

(13)
  • 2.5k
  • 1.3k

૨૦.ભૂલભૂલૈયા મુના બાપુ પોતાનાં રૂમની બારી સામે ઉભાં રહીને કંઈક વિચારી રહ્યાં હતાં. એ સમયે એમનો એક આદમી અંદર આવ્યો. મુના બાપુ તરત જ બારી સામે પડેલાં સોફા પર ગોઠવાયાં. એમનાં ચહેરાં પરનાં બદલાતાં હાવભાવ પરથી જણાતું હતું, કે એ કંઈક કહેવા માંગતા હતાં. પણ, વાતની શરૂઆત ક્યાંથી કરવી? એ હાલ એમની સમજમાં આવી રહ્યું ન હતું. "શું હુકમ છે, બાપુ?" રૂમની અંદર આવેલાં આદમીએ પૂછ્યું. "શિવ કંઈક તો ગેમ પ્લાન બનાવી રહ્યો છે." મુના બાપુએ વિચારોમાં ખોવાયેલ અવાજે કહ્યું, "એની હરકતો ઉપર નજર રાખો. સાથે જ પેલી નિખિલની બહેન અપર્ણા શું કરે છે? ક્યાં જાય છે? કોને મળે છે?