પ્રેમ - નફરત - ૪૪

(25)
  • 4.1k
  • 1
  • 2.6k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૪ રચનાએ આરવને એમના લગ્નમાં જ નવો મોબાઇલ લોન્ચ કરવાનો વિચાર રજૂ કર્યો હતો. રચનાનું કહેવું હતું કે આમ પણ જે લોકોને લગ્નમાં બોલાવવાના છે એમાંથી મોટાભાગનાને મોબાઇલ લોન્ચિંગ કાર્યક્રમમાં બોલાવવાના જ છે. અને લગ્ન પૂર્ણ થાય કે તરત જ મોબાઇલ લોન્ચ કરી દેવાનો. લોકોનો સમય બચશે અને આપણો ખર્ચ ઘટશે. અને એક અલગ રીતે મોબાઇલ લોન્ચ થયો હોવાની સોશિયલ મીડિયામાં ચર્ચા થશે. લગ્ન પ્રસંગે મોબાઇલની જાહેરાત થતાં એનો સારો પ્રચાર પણ થઇ શકશે. આપણે કોઇની પાસે ચાંદલો લેવાના નથી. એના બદલે નવો મોબાઇલ ઓનલાઇન ખરીદવા એક કોમ્પ્યુટર સાથેનું કાઉન્ટર ગોઠવી દઇશું. જ્યાં બેઠેલો