ઇકરાર - (ભાગ ૭)

  • 2.6k
  • 1.3k

મેં જે દ્રશ્ય જોયું તેના પર મને વિશ્વાસ નહતો થઈ રહ્યો, પણ હું એ નારી આંખે જોઈ રહ્યો હતો. મેં બેત્રણવાર આંખો મસળીને પછી ફરીથી જોયું. એ મારો વહેમ ન હતો, એ હકીકત હતી. સીતા માતાને જેમ ધરતીએ પોતાનામાં સમાવી લેવા માર્ગ આપ્યો હતો એમ જો અત્યારે મને ધરતી માં માર્ગ આપે તો તેમાં સમાઈ જવાની અદમ્ય ઈચ્છા હતી. પણ કાફેના માલિકે ઘણો ખર્ચો કરીને ફલોરિંગ બનાવ્યું હશે એ વિચારી મારો ધરતીમાં સમાઈ જવાનો વિચાર મેં માંડી વાળ્યો. મેં નજર ઊંચી કરીને સામે જોયું. મારી સામે મને દસ માળની બિલ્ડીંગ દેખાઈ. મારી સામે મેં જે દ્રશ્ય જોયું હતું તે જોઇને