વારસદાર - 30

(100)
  • 7.7k
  • 3
  • 5.9k

વારસદાર પ્રકરણ 30ઝાલા અંકલે બીજા પચાસ કરોડની વાત કરી એટલે મંથનના પગમાં જોર આવી ગયું. એટલું જ નહીં પોતે ખરેખર હવે સાચા અર્થમાં કરોડોપતિ બની ચૂક્યો છે એનો અહેસાસ પણ એને થયો. દુનિયામાં પૈસાની તાકાત કેટલી છે એનો તો એને નાનપણથી જ અનુભવ હતો. ઝાલા અંકલે તો ત્યાં સુધી કહ્યું કે મારી પાસે પણ ઘણી મોટી રકમ છે એનો મતલબ કે એમની પાસે પણ ત્રીસ ચાલીસ કરોડ તો હશે જ. તો પછી સ્કીમ મૂકવા માટે દલીચંદ પાસેથી ફાઇનાન્સ લેવાની જરૂર જ નથી. દલીચંદ શેઠ પૈસા રોકીને તગડો પ્રોફિટ લઈ લે એના કરતાં તો પોતે જ કમાઈ શકે એમ છે !