વારસદાર - 29

(92)
  • 7.3k
  • 4
  • 5.7k

વારસદાર પ્રકરણ 29દલીચંદ ગડાએ જે રીતે ઝાલા સાહેબ સાથે વાત કરી એ સાંભળ્યા પછી ઝાલા માટે હવે અહીં બેસી રહેવાનો કોઈ જ મતલબ ન હતો. ગડાએ પોતાને જે પણ કહેવાનું હતું તે નમ્રપણે કહી દીધું હતું અને પછી જય જિનેન્દ્ર કરી દીધું હતું. સંકેત સ્પષ્ટ હતો કે હવે તમે જઈ શકો છો !! દલીચંદ ગડા ઓછામાં ઓછી એક હજાર કરોડની પાર્ટી હતી એવું કહેવાતું. છતાં ગડા જેટલા બહાર દેખાતા હતા એટલા જ અંદર ઊંડા પાણીમાં હતા. એ કચ્છી બિઝનેસમેન હતા. અંડર વર્લ્ડ સાથે પણ એમના અંગત સંબંધો હતા. ઓછામાં ઓછા શબ્દોનો ઉપયોગ કરતા હતા. સામેવાળાને ચૂપ કરી દે એવી એમની