વારસદાર - 28

(97)
  • 7.5k
  • 4
  • 5.8k

વારસદાર પ્રકરણ 28જયેશ અને શિલ્પા મંથનનાં લગ્નથી એટલાં બધાં પ્રભાવિત થઈ ગયાં હતાં કે પ્લેનમાં પણ એ લોકોની વાતનો વિષય માત્ર મંથન અદિતિ અને એમનો લગ્નપ્રસંગ જ હતો. આટલાં અદભુત રજવાડી લગ્ન એ લોકોએ તો પહેલીવાર જ જોયાં હતાં ! શિલ્પા માટે તો મુંબઈ આવવા જવાની ફ્લાઇટ નો અનુભવ પણ ખૂબ જ રોમાંચિત રહ્યો. કારણ કે એ પહેલીવાર જ ફ્લાઈટનો અનુભવ કરી રહી હતી. ફ્લાઈટ અમદાવાદ લેન્ડ થયા પછી એ લોકોએ એરપોર્ટથી મણીનગર સુધીની રીક્ષા કરી. રીક્ષાને પહેલાં દરીયાપુર લઈ લેવાનું કહ્યું. જયેશ દરિયાપુર વાડીગામ ઉતરી ગયો એટલે શિલ્પાએ રીક્ષાને મણીનગર તરફ લઈ લીધી. અમદાવાદ પહોંચ્યા પછી આખી ય પોળમાં