વારસદાર - 27

(94)
  • 6.9k
  • 6
  • 5.6k

વારસદાર પ્રકરણ 27મંથન અને અદિતિનું નવપરિણીત યુગલ સુંદરનગર પહોંચ્યું. અદિતિ આજે આખા રસ્તે ચૂપ હતી. આજે એ નવોઢા હતી એટલે મર્યાદામાં હતી. મંથન જ્યારે સુંદરનગર પહોંચ્યો ત્યારે પોતાના ફ્લેટનું દ્રશ્ય જોઈને એ આશ્ચર્યચકિત થઈ ગયો !!આખો સી બ્લોક રોશનીથી ઝગમગતો હતો અને ૬ નંબરનો ફ્લેટ તો લાઈટો અને ફૂલોના હારથી એટલો બધો શણગારેલો હતો કે અંદર પ્રવેશ કરો તો જાણે સ્વર્ગનો જ અનુભવ થાય ! ગુલાબના પરફ્યુમની સુગંધ છેક નીચે સુધી આવતી હતી. ગજબની વ્યવસ્થા કરી હતી ઝાલા અંકલે ! શરણાઈવાળો ફ્લેટમાં પણ હાજર હતો. ઇવેન્ટ મેનેજમેન્ટવાળાએ આખા ફ્લેટને સવારથી જ સજાવી દીધો હતો. સહુથી પહેલાં પંડિતજીને લઈને વીણામાસી જયેશ