કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 38

(32)
  • 10k
  • 7.8k

" કૉલેજ કેમ્પસ "ભાગ-38આકાશ બહારથી જ પરીના નાનીનું ઘર જોઈ લે છે અને તેનાથી ત્રીજી જ લાઈનમાં પોતાનું ઘર છે એટલે રાહત અનુભવે છે કે, " હાંશ, મિલેગી તો સહી, અબ બચકે કહાં જાયેગી ? " અને પોતાની કારને યુ ટર્ન લઇને પોતાના આલિશાન બંગલામાં પ્રવેશે છે. ઓફિસના માણસને પોતાની બેગ લાવવાનું કહી મોમને બૂમો પાડતો પાડતો ઘરમાં પ્રવેશ કરે છે. મોમ કીચનમાંથી બહાર આવે છે અને બોલે છે કે, " આવી ગયો દીકરા..ચલ જમવા બેસી જા. " " મારે કંઈજ ખાવું નથી મોમ " કહીને તે ફર્સ્ટ ફ્લોર ઉપર પોતાના રૂમમાં ચાલ્યો જાય છે ઘણો થાકી ગયો હોય તેમ