વારસદાર - 22

(95)
  • 6.9k
  • 5
  • 5.8k

વારસદાર પ્રકરણ 22દિવસો પસાર થતા ગયા. મંથન માટે અમદાવાદનાં લગભગ તમામ કામ પતી ગયાં હતાં. ડ્રાઇવિંગ પણ પાકું શીખી ગયો હતો. અખાત્રીજના દિવસે તોરલનાં લગ્ન હતાં તો વૈશાખ સુદ પાંચમે એના ખાસ મિત્ર જયેશનાં લગ્ન હતાં. પરંતુ આ લગ્ન માટે થઈને અમદાવાદમાં રોકાવાની મંથનની કોઈ જ ઈચ્છા ન હતી. મુંબઈથી ઝાલા સાહેબના બે ફોન આવી ગયા હતા કે હવે તમે મુંબઈ સેટલ થઈ જાઓ. આવતી કાલથી ચૈત્રી નવરાત્રી શરુ થઈ રહી હતી એટલે મુંબઈ પ્રસ્થાન કરતાં પહેલાં ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરવાની મંથનની ખાસ ઈચ્છા હતી. અનુષ્ઠાન પતી જાય પછી રામનવમીના દિવસે અથવા એકાદશીના દિવસે કાયમ માટે મુંબઈ તરફ પ્રયાણ કરવાનો