ઓફિસથી કપોળ બોર્ડીંગનો રસ્તો આજે ચંદ્રકાંતને બહુ લાંબો લાગ્યો...આંખ બંધ કરે અનેકાપડીયાનુ અટ્ટહાસ્ય દેખાઇ...હવે શું થશે..?કાપડીયાના પગ પકડી લઉ?..."સાહેબ મને માફકરો..?"ક્યાક ખરેખર કાઢી મુકશે તો..?રહેવાના પૈસા કોણ આપશે..? કોલેજના,બોર્ડીંગના... જવાઆવવા માટે બસના પૈસા? અમરેલી નામનુ ઉંટ અફાટ રણમા જલઝલાની પાછળ દોડતા હાંફીનેરણની અધવચ્ચાળે ફસડાઇ પડ્યુ હતું …હજીતો નોકરી ધંધાની દુનિયામાં કમાવા માટે પહેલું ડગમાંડ્ય હતું …આ પ્રથમસ્ય ગ્રાસે મક્ષીકા ?પહેલે કોળિયે જ ..?આખી રાત ઉંઘમા ચંદ્રકાંત આળોટ્યા...ભગવાનનુ ક્યારેય સ્મરણ આવા દિલથી નહોતુ કર્યુ..સવારેઉઠતાની સાથે બે હાથ જોડી બાપુજીનુ પ્રિય ભજન મનમા ગાતા હતા ચંદ્રકાંત.."મારી નાડ તમારે હાથહરિ સંભાળજો રે મુજને પોતાનો જાણીને..."આંખમાંથી અશ્રુઓ સરકી ગયા...ચંદ્રકાંત ચુપચાપબાથરુમના વોશબસાન ઉપર અરિસામા પોતાને