લવ – એક કાવતરું - 1

(41)
  • 4.5k
  • 3
  • 2.5k

રાકેશ ઠક્કર પ્રકરણ-૧ બેલાને આજે કોલેજથી આવતાં મોડું થઇ ગયું હતું. તે વિચારતી હતી કે ઘરમાં બધાં પોતાના કામમાં વ્યસ્ત હશે એટલે જલદી કોઇને ખ્યાલ આવશે નહીં અને કદાચ પૂછશે પણ નહીં. પોતે મેહુલને મળવા જવામાં જ મોડી પડી હતી. તેણે ઘર માટે રિક્ષા પકડી અને મેહુલ સાથેની મુલાકાતોને મનમાં વાગોળવા લાગી. કોલેજના છેલ્લા વર્ષમાં તેને એક દુકાનમાં ખરીદી વખતે મળેલા મેહુલ સાથે પ્રેમ થઇ જશે એવી કલ્પના ન હતી. પિતાના મૃત્યુ પછી મેહુલ એન્જીનીયરીંગ કરવાનું છોડીને એમની સારી ચાલતી કાપડની દુકાન પર બેસી ગયો હતો. બેલા જ્યારે પહેલી વખત એની દુકાન પર ગઇ ત્યારે એના માણસોએ જ કપડાં બતાવ્યા