પ્રેમ - નફરત - ૪૨

(25)
  • 4.4k
  • 3.2k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૨ નવા મોબાઇલનું બધું જ નક્કી થઇ ગયા પછી એને બધાંની સામે રજૂ કર્યા બાદ જ લોન્ચ કરવાનો ઇરાદો આરવનો હતો. આરવે મોબાઇલનો સેમ્પલ તૈયાર કરી રચના સાથે બેસીને પોતે ચકાસી લીધો હતો. બંને પોતાની કામગીરીથી સંતુષ્ટ હતા. આરવે એ મોબાઇલનો એક સેમ્પલ ઇ કોમર્સ વેબસાઇટને મોકલી આપ્યો હતો. હવે એમના તરફથી સંમતિ મળી જાય એટલે પ્રોડકશન શરૂ કરી દેવાનું હતું.આરવનો વિચાર હતો કે બધાંને એક વખત ડેમો આપી દેવો જોઇએ. એણે રચનાને આ વાત કરી ત્યારે એનો વિચાર અલગ હતો. તે બોલી:'આપણે એનો ડેમો બતાવીશું તો બધાં પોતાના તરફથી કંઇને કંઇ સૂચન કરશે...'