વારસદાર - 20

(91)
  • 7.6k
  • 3
  • 5.9k

વારસદાર પ્રકરણ 20હોળી પછી આવતી રંગપંચમીના દિવસે જયેશ અને શિલ્પાની સગાઈ થઈ ગઈ. મંથને આ સગાઈમાં બહુ મોટો ભાગ ભજવ્યો હતો. મંથને શિલ્પાને ફોન કરીને બધું સમજાવી દીધું હતું. " જુઓ શિલ્પા, જયેશ સાથે તમારાં લગ્ન તો થઈ જશે પણ સવિતામાસીને જરા સંભાળી લેવાં પડશે. તમારા પપ્પાએ સવિતામાસીને બે લાખ આપવાની જે વાત કરી છે એ વચન તો એમણે પાળવું જ પડશે. નહીં તો માસી વચ્ચે રોડાં નાખશે. મેં માસી સાથે બધી વાત કરી દીધી છે કે તમને બે લાખ મળી જશે. " મંથન બોલ્યો. " હા એ હું પપ્પાને કહી દઈશ. એની તમે ચિંતા નહીં કરો. હું સવિતાકાકી સાથે