વારસદાર - 17

(113)
  • 8.8k
  • 10
  • 6.2k

વારસદાર પ્રકરણ 17મંથન સવારે ૬:૩૦ વાગે અમદાવાદ જવા માટે નીકળી ગયો એ પછી અનિરુદ્ધસિંહ ઝાલા અને સરયૂબાએ ચા પીતાં પીતાં અદિતિ સાથે વાતચીત શરૂ કરી. "કેમ લાગે છે બેટા તને ? મંથન સાથે પણ મેં તમારા બંનેની સગાઈની વાત કરી હતી. એનાં વાણી વર્તન મને તો ખૂબ સારાં લાગ્યાં. " ઝાલા બોલ્યા." તમે આપેલું વચન તોડવાની મારી કોઈ જ ઇચ્છા નથી પપ્પા. મંથન મારી કલ્પના કરતાં પણ સરસ પાત્ર છે. ખૂબ સ્માર્ટ, હાજરજવાબી અને હેન્ડસમ પણ છે. આઈ એમ ઇમ્પ્રેસડ. એમના જીવનમાં બીજું કોઈ પાત્ર નથી. જો એમને કોઈ વાંધો ના હોય તો મને તો આ સંબંધ મંજુર છે. "