વારસદાર - 16

(96)
  • 7.7k
  • 5
  • 6k

વારસદાર પ્રકરણ 16જે દિવસે અનિરુદ્ધસિંહ ઝાલા ઉપર મંથનનો અમદાવાદથી ફોન આવ્યો કે હું બે દિવસ પછી મુંબઈ આવું છું એ દિવસે ઝાલા અને એમનાં પત્ની સરયૂબા વચ્ચે રાત્રે વાતચીત થયેલી. " મંથન આવતી કાલે રાત્રે ગુજરાત મેલમાં નીકળીને પરમ દિવસે આપણા ઘરે આવે છે. એ આવે તે પહેલાં આપણે અદિતિને એના મંથન સાથે નાનપણમાં થયેલા સગપણની જાણ કરી દેવી જોઈએ. તમારું શું માનવું છે સરયૂ ? " ઝાલા બોલ્યા. " મોડા વહેલા જાણ તો કરવી જ પડશે ને ? વિજયભાઈની તો એ જ ઈચ્છા હતી કે અદિતિ એમના ઘરની વહુ બને ! મંથનકુમાર આવે તો એમને પણ જાણ કરી દેવી