ભગતની બાધા

  • 1.9k
  • 1
  • 622

ભગતની બાધા-રાકેશ ઠક્કરએક જમાનો હતો જ્યારે 'કેન્સર' ને 'કેન્સલ' કહેવામાં આવતું હતું. આધુનિક યુગમાં ભલે કેન્સર માટે અનેક પ્રકારની સારવાર ઉપલબ્ધ છે પરંતુ એક જમાનામાં જ્યારે એનો કોઇ ઇલાજ ન હતો ત્યારે કેન્સર થયું હોય એનું મોત નિશ્ચિત ગણાતું હતું. અને આ રોગમાં ચમત્કાર થયો હોય એમ જો કોઇ બચી જાય તો ડૉકટરો મોંમા આંગળા નાખી જતા હતા. આવો જ એક કિસ્સો ચરોતરના કોમેડી કિંગ ગણાતા હાસ્ય કલાકાર લહેરી ભગતનો એમના જ કાર્યક્રમમાં થોડા દિવસ પહેલાં સાંભળ્યો હતો. એમની પ્રેરણા આપે એવી અને શ્રધ્ધા વધારે એવી એ વાત જાણવા જેવી છે. કેમકે ૨૦૦૬ ની સાલમાં કેન્સર થયું છે એવું જાણીને