મમ્મીને પોતાને માટે મેગી બનાવવાનું કહીને આન્યાએ પોતાના બેડ ઉપર લંબી તાણી અને એટલામાં અશ્વલનો ફરીથી મેસેજ આવ્યો, " મેરેજમાં તો આવવાની છે ને ? તને લેવા માટે આવું ? "આન્યા વિચારી રહી હતી કે, આને થોડો હેરાન કરું થોડો ઉંચો નીચો કરું મજા આવશે અને "ના નથી આવવાની" તેવો મેસેજ તેણે ડ્રોપ કર્યો.હવે આ મેસેજ વાંચીને અશ્વલના તો હોશકોશ જ ઉડી ગયા..!! તે વિચારવા લાગ્યો કે, અરે બાપ રે આ કેમ ના પાડે છે.. તેણે ફરીથી મેસેજ ડ્રોપ કર્યો, " કેમ શું થયું ખરેખર નથી આવવાની ? "આન્યા મનમાં ખુશ થતી હતી અને મેસેજ ટાઈપ કરતી હતી.. "હં.. નથી