પ્રેમ - નફરત - ૪૧

(33)
  • 4.8k
  • 2
  • 3.2k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૧લખમલભાઇની શરતની વાત સાંભળીને રચના ચમકી ગઇ. પોતાની બાજી એ બગાડશે કે શું? એવી શંકા મનમાં ઉદભવી. લખમલભાઇએ એને પરિવારની વહુ બનાવવાની બધાં તરફથી સંમતિ આપી દીધી હતી. પરંતુ એ મીતાબેન માટે શરત હોવાનું કેમ કહી રહ્યા હતા એ સમજાતું ન હતું.'શરત...? મારા માટે?' મીતાબેન એક આંચકો ખમીને પૂછી રહ્યા.'મારી શરત એવી છે કે આરવ અને રચનાના લગ્ન થયા પછી તમારે રહેવાનું સ્થળ બદલવાનું છે...' લખમલભાઇએ પોતાની વાત જાહેર કરી.મીતાબેનને થયું કે તે વેવાઇના ઘરમાં કેવી રીતે રહી શકે? એમના ચહેરા પરની મૂંઝવણ જોઇને લખમલભાઇ કહેવા લાગ્યા:'તમારે વધારે વિચારવાની જરૂર નથી. તમારા માટે એક