હાસ્ય લહરી - ૩૦

  • 3k
  • 1.2k

  જાને કહાં ગયે વો દિન..! લોડડાઉનના પાયે એવી બેઠી છે કે, શનિની પનોતી પણ વામણી લાગે. સાલું આખું વિશ્વ ચકરાવે ચઢી ગયું રે...! ખાંસી ખાતું થઇ ગયું યાર..! એના કપાળમાં કાંદા ફોડું, લાફીંગ બુઢ્ઢો જાણે આ કોરોનાની ભૂરકી નાંખી કોણે,,? મહિનો થયો મામૂ, હજી ડાઉન ‘લોક’ ની ચાવી મળવામાં નથી. આખું વિશ્વ સાલું લોક ડાઉન છે. ભય એવો ઘુસી ગયો કે, છીંકની જેમ લોકો ખાંસી પણ ગળે તો વૈચીત્રમ નહિ બોલવાનું દાદૂ..! કોરોનાની કમાલ તો જુઓ, ભલભલા નેતા ઉધરસ ખાતાં હતા, એ પણ ગળા ખંખેરતા બંધ થઇ ગયા..! એમાં ખાંસતા નેતાનો તો કોરોના ટેસ્ટીંગ ખર્ચ પણ પ્રજાના માથે પડે