૧૪.ખુશીઓનું શહેર-અમદાવાદ શિવ આરામથી સૂતો હતો. જેવી એને જાણ થઈ, કે કોઈ દરવાજો ખખડાવી રહ્યું છે. એ તરત જ ઉભો થયો, અને દરવાજા સામે આવીને દરવાજો ખોલ્યો. દરવાજો ખુલતાં જ એની નજર સમક્ષ એણે અપર્ણાને ઉભેલી જોઈ. એનાં હમણાં જ ધોયેલાં વાળમાંથી પાણી ટપકી રહ્યું હતું. સવાર સવારમાં અપર્ણાને જોઈને શિવ કંઈ બોલી જ નાં શક્યો. એ બસ અપર્ણાને જ જોઈ રહ્યો. "ઓ હેલ્લો, આઠ થઈ ગયાં. મુંબઈ જવાં નથી નીકળવું?" અપર્ણાએ પોતાનાં કાંડે બાંધેલી ઘડિયાળ ઉંચી કરીને, શિવને સમય બતાવતાં કહ્યું. "સોરી સોરી, જવું છે ને!" શિવે વાળમાં હાથ ફેરવીને, માસૂમ ચહેરો બનાવીને કહ્યું, "રાત્રે મોડી ઉંઘ આવી, તો