પ્રેમ - નફરત - ૪૦

(39)
  • 4.9k
  • 3
  • 3.4k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૦ આરવ મીટીંગ પૂર્ણ કરીને પોતાની ઓફિસમાં આવ્યો ત્યારે રચના કોમ્પ્યુટરમાં મગ્ન બનીને કોઇ કામ કરી રહી હતી. આરવે હસીને કહ્યું:'રચના, આપણી મહેનત રંગ લાવી રહી છે. આપણો નવા મોબાઇલનો વિચાર બધાંને જ પસંદ આવ્યો છે અને એ માટેની બધી જ છૂટ મને આપવામાં આવી છે. હું વિચારું છું કે આ મોબાઇલ દસ દિવસમાં લોન્ચ કરી દઇએ...''સર, મને લાગે છે કે તમને મોબાઇલ લોન્ચ કરવાની ઉતાવળ નથી...' રચના હસીને બોલી.'કેમ? આટલા દિવસમાં મુશ્કેલ કામ છે? મને મોબાઇલ લોન્ચ કરવાની બહુ ઉતાવળ છે. આપણે રાત-દિવસ કામ કરવું પડશે...' આરવ ચિંતા સાથે બોલ્યો. 'મારા કહેવાનો મતલબ