વારસદાર - 13

(75)
  • 7.7k
  • 6.2k

વારસદાર પ્રકરણ 13ઝાલા અંકલે બેડરૂમમાં મંથનને બધી જ વાત વિગતવાર કહી દીધી. એમના વિજયભાઈ મહેતા સાથેના ૩૦ વર્ષના અંગત સંબંધો વિશે અને વિજયભાઈને આપેલા વચન વિશે પણ નિખાલસ ચર્ચા કરી. " જુઓ મંથનભાઈ, અદિતિ તમારા પપ્પાની પસંદ છે અને તમારું સગપણ નાનપણમાં અદિતિ સાથે થઈ ગયું છે. ગોળધાણા ખવાઈ ગયા છે એ તો એક સત્ય હકીકત છે. ૨૨ વર્ષ સુધી આ વાત અમે છાની રાખી છે પરંતુ હવે અદિતિ પણ ૨૪ વર્ષની થઈ ચૂકી છે ત્યારે હવે આ વાત અમારે જાહેર કરવી પડે એમ છે." ઝાલા અંકલ બોલ્યા." તમે પણ હવે યુવાન થયા છો. જમાનો પણ બદલાઈ ગયો છે. એવું