વારસદાર - 11

(75)
  • 7.5k
  • 8
  • 5.5k

વારસદાર પ્રકરણ 11મંથન કેતાથી છૂટો પડીને ઝાલા અંકલના ફ્લેટ ઉપર પહોંચ્યો ત્યારે રાતના પોણા નવ વાગી ગયા હતા. ધાર્યા કરતાં ઘણું મોડું થયું હતું. મંથને ડોરબેલ દબાવી. ઝાલા અંકલે જ દરવાજો ખોલ્યો. મંથન એમની સાથે ડ્રોઈંગ રૂમમાં જઈને બેઠો. " આઈ એમ સોરી અંકલ. ખૂબ જ મોડું થઈ ગયું મને સમયનું ભાન ના રહ્યું. તમારે લોકોને પણ જમવાનું ઘણું મોડું થઈ ગયું. " મંથન બોલ્યો. " ઇટ્સ ઓલ રાઈટ. એમાં તમારે સોરી કહેવાની કોઈ જરૂર નથી. આ તો મુંબઈ છે. ટ્રાફિક પણ પુષ્કળ હોય છે. ઘણીવાર સમય સાચવી શકાતો નથી. અને અમે લોકો પણ ૮:૩૦ વાગ્યા પછી જ જમવા બેસીએ