કનેક્શન-રૂહ સે રૂહ તક - 13

(13)
  • 3.5k
  • 2
  • 1.8k

૧૩.નવાં અહેસાસરોહિણીબેન અને માધવીબેન કિચનમાં જમવાનું બનાવી રહ્યાં હતાં. નિખિલ બહાર ડાઇનિંગની ખુરશી પર બેઠો હતો. નિખિલે શિવને જોઈને એને પોતાની પાસે બેસવા ઈશારો કર્યો. શિવ નિખિલની બાજુની ખુરશી છોડીને એનાં પછીની ખુરશીમાં ગોઠવાયો. અપર્ણા કિચનમાં આવતી રહી. કિચન રસોઈની સુગંધથી મહેંકી ઉઠ્યું હતું. "મમ્મી! પપ્પાનો ગુસ્સો હવે કેમ છે?" માધવીબેનને કિચનમાં જોઈને અપર્ણાએ તરત જ પૂછ્યું."કંઈ ફેર પડ્યો નથી. પણ, તું ચિંતા નાં કર. ધીમે-ધીમે બધું ઠીક થઈ જશે." માધવીબેને પ્રેમથી અપર્ણાની આંખોમાં જોઈને કહ્યું."હવે તું બહાર જઈને બેસ, અમે જમવાનું લઈને આવીએ જ છીએ." રોહિણીબેને હસતાં મુખે કહ્યું. અપર્ણા સહેજ સ્મિત સાથે બહાર આવીને, એની ખુરશી પર બેસી