સ્કેમ....30

(21)
  • 2.2k
  • 2
  • 1k

સ્કેમ.... 30 (સીમાનું મન જો સાથે વાત કરીને શાંત થઈ ગયું. બેદી સર અને તેમની ટીમે મિશન કાળ એક્ઝિક્યુટ કર્યું અને તે સાગર અને રામને છોડવવા આગળ વધ્યા. હવે આગળ...) બેદી સરે સાગર અને રામની રૂમ ખોલી અને પોતાની ઓળખાણ આપતાં કહ્યું કે, "હું બેદી... સીઆઈડી એજન્ટ... હું વધારે કંઈ કહી શકું તેવી સિચ્યુએશન નથી. માટે તમે લોકો જલ્દીથી બહાર નીકળી જાવ. પછી અહીં અમે સંભાળી લેશું." બેદી સરને રામે કહ્યું કે, "હું રામ અને આ સાગર... થેન્ક યુ બેદી સર... પણ સાગર ચાલી શકે એવી સ્થિતિમાં નથી." "તમે રામ, ડૉ.રામ બરાબરને?" રામે હકારમાં માથું હલાવ્યું. "ડૉ.રામ ગમે તે થાય