સ્કેમ....25

(12)
  • 2.5k
  • 1
  • 1.4k

સ્કેમ....25 (ડૉકટર મન્વી પિતાની આર્થિક સ્થિતિ જોઈને આગળ વધવાની અને તેના પિતાને  લગ્ન રોકી દેવા માટે સમજાવે છે. અમિત હિપ્નોટાઈઝ વિશે પૂછે રહ્યો છે. હવે આગળ...) "ડૉકટર સાહેબ જયારે આ છોડી બોલી નહોતી રહી ત્યારે તમે તેને સૂવાડી, જગાડી અને પછી તેના મનની બધી વાત જાણી લીધી, એ પણ જે મેં તેને કહેવાની ના કહી હતી. તો આ શું કર્યું હતું? એને શું કહેવાય?" અમિતે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતાં પહેલાં તો હું હસી પડ્યો છતાં મેં તેને કહ્યું, "આ તો હિપ્નોટીઝમ મેથડ કહેવાય." "એટલે સાહેબ..." "એટલે... એક રીતે કહો તો માણસને પહેલા સૂવાડીને પછી તેને અડધો જગાડીને તેના મનની વાત