સ્કેમ....24

(15)
  • 2.4k
  • 1
  • 1.3k

સ્કેમ....24 (ડૉકટર પોતાના પર સાગર વિશ્વાસ કરે એ માટે આ આંતકીના ચુંગાલમાં કેવી રીતે ફસાયા તે કહી રહ્યા છે. મન્વીના મમ્મી પપ્પા તેને ભણવાની જગ્યાએ લગ્ન કરી લેવાનું કહે છે. હવે આગળ...) "પપ્પાના મિત્રે મારા લગ્નની વાત તેમના મનમાં નાખી અને તેઓ મને લગ્ન કરી લેવા માટે કહેવા લાગ્યા. મેં એ વાતનો વિરોધ કર્યો તો એમને પોતાની વાત પકડી રાખી અને પરાણે છોકરો જોવાનું કહેવા લાગ્યા. મેં ના પાડી તો મને ખૂબ મારવામાં આવી અને મારું ભણવાનું, ખાવા પીવાનું અને સ્કુલે જવાનું બંધ કરી દીધું. ધીમે ધીમે મને એક રૂમમાં પૂરી દેવામાં આવી. એવામાં એક દિવસે મને જોવા છોકરાવાળા આવ્યા.