સ્કેમ....9

(27)
  • 3.1k
  • 2
  • 1.7k

સ્કેમ….9 (ડૉ.રામ પોતાના પિતાની સેફટી માટે પોલીસને મદદ લેવાનો વિચાર કરીને એ માટે તેમને ફોન કરે છે. હવે આગળ...) સીમા રામે બોલેલા શબ્દો સમજે તે પહેલાં જ ડૉ. રામ પાછા એકદમ જ સોફટ અવાજમાં, "ડર નહીં બેટા, હું તારી જોડે છું... મને પણ મારા દાદી બહુ જ ગમતાં હતાં. અને જયારે મારા દાદી સ્ટાર બની ગયા એટલે મને બહુ યાદ આવતા હતા... પણ તું જો આટલો ડરીશને તો તારી દાદીને નહીં ગમે... એક વાત પૂછું મમ્મી પપ્પા વઢે એટલે દાદી તને બચાવતા હતાને... હવે કોઈ તને વઢથી નથી બચાવતું... મમ્મી પપ્પા ચાલો સાહિલને સોરી કહો... વેરી ગુડ... સાહિલને ગમ્યું... બોલ