જાઉં કહાં બતાયે દિલ...! આ તો પરિવર્તનનો યુગ છે દોસ્ત..! સવારે ખિસકોલી, બપોરે બકરી ને રાતે વાઘ થાય તો બોલવાનું નહિ, મૂંગા રહેવાનું..! જેટલું માનવીનું બારમું ભયાવહ, એનાથી વધારે બોર્ડના ૧૨ માં ધોરણનો ધાક અહીં છે. બોર્ડ જાણે બોર્ડર ઉપર લડવા જવાની પ્રક્રિયા હોય એમ, ધ્રુજારી ભરાવા માંડે. એને ક્રાંતિ નહિ, 'ફીક્રાંતી' કહેવાય. તોપથી શરુ થયેલી ક્રાંતિ, પહેલાં ટોપી સુધી પહોંચી, હવે ટોપીને ટપીને, ટપાટપી સુધી પહોંચી. ટોપીની પણ ડીઝાઈન બદલાય, ને તોપ રણમેદાન છોડી, ખંડેર હાલતમાં કિલ્લાઓને શોભાવતી થઇ..! હવે 'હાથીફાળ' વિકાસ નથી, વિકાસને હરણનું એન્જીન લાગ્યું હોય એમ, રણફાળ વિકાસ થવા માંડ્યો..! પહેલાંના ઘડિયાળ સમય અને લોલકના આંદોલન પણ બતાવતાં. ડીજીટલ ઘડિયાળે બધાં ક્ષેત્રોને હડપ કરીને