સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ - 5

(97)
  • 8.3k
  • 4
  • 5.8k

સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ - 5   સોહમ ઓફીસથી બહાર નીકળી સીધો બિલ્ડીંગની નીચે આવ્યો એ રોજ આ સ્ટ્રીટ નંબર 69માં જ આવતો ઓફીસ આવતાં જતાં કાયમ આ રસ્તાનોજ ઉપયોગ કરતો છતાં આજ સુધી એને આવો કોઈ ગજબ અનુભવ કદી નથી થયો. સોહમે સ્ટ્રીટની અંદર તરફ જોયું... સ્ટ્રીટમાં ધીરે ધીરે અંધારું છવાઈ રહ્યું હતું એમાંય અંદર તો જાણે અંધારું વધુ ઘેરું હતું. એ ધ્યાનથી જોઈ રહ્યો હતો. એની ઓફીસનાં અને બિલ્ડીંગની અંદરનાં બીજા માણસો ધીમે ધીમે સ્ટ્રીટની બહાર તરફ નીકળી રહ્યાં હતાં. સોહમને કોઈની કઈ ખબર નહોતી એ અંધારાનાં ભાગમાં બે લાલ આંખો ચમકતી જોઈ એ જોઈને ચમક્યો... પણ ખબર