વારસદાર - 10

(76)
  • 7.6k
  • 8
  • 6.1k

વારસદાર પ્રકરણ 10 ડોરબેલ દબાવતાં જ થોડીવારમાં પચાસેક વર્ષની ઉંમરનાં એક બહેને દરવાજો ખોલ્યો. " મારે નીલેશભાઈ નું કામ હતું. અમે લોકો નડિયાદથી આવ્યાં છીએ." મંથને કહ્યું. " ભાઈ તમને કયા ફ્લેટનું એડ્રેસ આપેલું છે ? કારણકે આ ફ્લેટમાં તો કોઈ નીલેશ નામની વ્યક્તિ રહેતી જ નથી. " બહેન બોલ્યાં. મંથને ચિઠ્ઠી ખિસ્સામાંથી કાઢીને બહેન ને બતાવી. " જુઓ બહેન આજ ફ્લેટ નું એડ્રેસ લખેલું છે." " હા એડ્રેસ તો બરાબર મારા ફ્લેટ નું જ છે પણ અહીં કોઈ નીલેશ નથી..... હું, મારા હસબન્ડ અને મારી દીકરી.... અમે ત્રણ જણાં રહીએ છીએ..... અને અમારા આખા બ્લોકમાં પણ કોઈ નીલેશ નથી....