વારસદાર પ્રકરણ 7 બીજા દિવસે શિવરાત્રી હતી એટલે મંથન સવારે જ પોતાની નવી બાઇક લઇને કર્ણમુક્તેશ્વર મહાદેવ દર્શન કરવા માટે ગયો. આ મંદિર એને ખૂબ જ પ્રિય હતું. મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ પાસે બેસીને બે ત્રણ પંડિતો રુદ્રાભિષેક કરી રહ્યા હતા. મંથને પણ એક પંડિતજીને પકડીને ૨૧૦૦ રૂપિયા આપ્યા અને પોતાના તરફથી રુદ્રાભિષેક કરવાનું કહ્યું. પંડિતજીએ એને ગર્ભગૃહમાં લઈ જઈને સંકલ્પ કરાવ્યો અને અભિષેક ચાલુ કર્યો. લગભગ ૪૫ મિનિટ રુદ્રીના પાઠ સાથે અભિષેક ચાલ્યો. આખું ગર્ભગૃહ વેદની ઋચાઓથી ગુંજતું હતું !! મંથન શિવજીની પૂજા કરીને ગર્ભગૃહ ની બહાર આવ્યો ત્યાં એણે એક સન્યાસીને મંદિરના પ્રાંગણમાં ઉભેલા જોયા. મંથન તમામ સાધુ સંતોનો