કનેક્શન-રૂહ સે રૂહ તક - 11

(13)
  • 3.4k
  • 1
  • 1.8k

૧૧.ઘર વાપસી રાતનાં અગિયાર વાગ્યે શિવની જીપ અપર્ણાનાં ઘર સમર્પણ બંગલોની સામે ઉભી રહી. અપર્ણાએ જીપમાં બેઠાં બેઠાં જ ઘર તરફ એક નજર કરી. એ ઘરે આવી તો ગઈ હતી. પણ, અંદર જઈને બધાંને કહેશે શું? એ હજું સુધી એણે વિચાર્યું ન હતું. એની બાજુમાં બેસેલો નિખિલ જીપનો દરવાજો ખોલીને નીચે ઉતર્યો. શિવ પણ પાછળની તરફથી નીચે ઉતરીને, નિખિલ પાસે ઉભો રહ્યો. બંનેએ હજું પણ જીપમાં બેસેલી અપર્ણા તરફ નજર કરી. "દીદી! શું વિચારો છો? અંદર ચાલો." નિખિલે કહ્યું. નિખિલનાં અવાજથી અપર્ણા ચોંકી ગઈ. એણે ચહેરાં પર પરેશાનીના ભાવ સાથે નિખિલ સામે જોયું, અને તરત જ પોતાની તરફનો દરવાજો ખોલીને