પ્રેમ - નફરત - ૩૮

(33)
  • 5.5k
  • 3
  • 3.5k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૮ રચનાને જલદી કોઇએ જવાબ ના આપ્યો એટલે એ ઊભી રહી ગઇ. હિરેન અને કિરણ એવી અપેક્ષા રાખીને બેઠા હતા કે લખમલભાઇ એને ખખડાવી નાખશે. લખમલભાઇએ કોઇ જવાબ આપવાને બદલે આરવ સામે જોયું. એમની આંખોમાં પ્રશ્નાર્થ હતો કે,'આ અહીં કેમ આવી છે?'આરવે બધાંને સંબોધીને કહ્યું:'મેં રચનાને બોલાવી છે. આપણે નવા તૈયાર કરવા ધારેલા મોબાઇલનું પ્રેઝન્ટેશન જોઇ લઇએ...'આરવે કોઇના જવાબની રાહ જોયા વગર ટેબલ પર રહેલા કોમ્પ્યુટર તરફ ઇશારો કરતાં રચનાને કહ્યું:'રચના, મારા કોમ્પ્યુટરના ફોલ્ડરમાં તેં મૂક્યું છે એ પ્રેઝન્ટેશન બતાવી દે....'હિરેન અને કિરણ કંઇ બોલી શક્યા નહીં. લખમલભાઇએ મૂક સંમતિ આપી.રચનાએ કોમ્પ્યુટર પાસે જઇને