કનેક્શન-રૂહ સે રૂહ તક - 9

(24)
  • 3.7k
  • 1.9k

૯.ભૂતકાળ મુના બાપુ હોલમાં રહેલાં સોફા ઉપર પગ ઉપર પડ ચડાવીને બેઠાં હતાં. એમની પાછળ બે બોડીગાર્ડ ઉભાં હતાં. બંગલાની અંદર રહેલાં આ ભવ્ય હોલમાં ડાબી બાજુની દિવાલે ટીવી લટકતું હતું. છત ઉપર કાચનું ભવ્ય ઝુમ્મર લટકી રહ્યું હતું. આખો હોલ એસીની ઠંડી હવાથી ઠંડો થઈ ગયો હતો. મુના બાપુનાં ચહેરાં પર એક સ્મિત રમી રહ્યું હતું. એમની સામે બે વ્યક્તિઓ હાથ બાંધીને, ગરદન ઝુકાવીને ઉભાં હતાં. એ સમયે જ એક સિક્યોરિટી ગાર્ડ અંદર આવ્યો. એનો તંગ થઈ ગયેલો ચહેરો જોઈને, મુના બાપુએ તરત જ પૂછ્યુ, "શું થયું? ચહેરાં પર બાર કેમ વાગ્યા છે?" "બાપુ! થોડીવાર પહેલાં શિવરાજસિંહ આવ્યો હતો.