હાસ્ય લહરી - ૭

  • 3k
  • 1.4k

            શંખ વગાડવાના ઝનૂની પ્રયોગો..!                                                            માણસ છે ભાઈ..! સમય પ્રમાણે સપાટા મારવાની આદત એને નહિ હોય તો, હાથી-ઘોડાને થોડી હોય..?  શિયાળામાં સ્વેટર જ પહેરે, રેઈનકોટ પહેરીને હટાણું કરવા નહિ નીકળે. તહેવારે-તહેવારે તહેવાર પણ સાચવે ને જયંતિ પણ સાચવે. આમ ભલે ફક્કડ ગિરધારી થઈ ફરે, પણ મહાશિવરાત્રી આવી તો મહા-દેવ પહેલાં, પછી બીજા દેવ..!  કાંદા-બટાકા ઉપર લેખ લખવાના શ્રી ગણેશ કરતો હતો, ને વાઈફે જીદ કરી કે, મહાશિવરાત્રીએ કાંદા-બટાકા સારા નહિ લાગે,  અને શંખના રવાડે ચઢ્યો..! હોનીકો કૌન ટાલ શકતા હૈ જી..! મારે અને શંખને મુદ્દલે