ફેબ્રુઆરીના ફૂવ્વારા..! ફેબ્રુઆરી મહિનો ગમે બહુ..! છતાં, ફક્કડ ચાલતા બળદીયાને પરાણી મારવાની ચેષ્ટા કરી બેઠો. શું કરીએ, માણસ માત્ર સળીને પાત્ર..! સળી કરવાની ટેવ જાય નહિ ને..? એમાં ક્યાં ઉમરનો બાધ આવે..? લખાય તો ગયું કે, ફેબ્રુઆરીના ફૂવ્વારા..! પણ ફેબ્રુઆરી એટલે અધૂરા માસે અવતરેલો વિકલાંગ મહિનો..! એ શું ધૂળ ફૂવ્વારા કાઢવાનો..? ફૂવ્વારો તો ઠીક, પિચકારી પણ નહિ મારી શકે..! બાર-બાર જેટલાં મૂડીવાદ મહિનાઓ સાથે હોવાં છતાં, હરામ્મ બરાબર જો એકેય મહિનાએ ફેબ્રુઆરીની દયા ખાય ને, 'દિવસ-દાન' કર્યું હોય તો..! બધાં મહિના અંબાણીના વંશ-વારસ હોય એમ, ૩૦-૩૧ દિવસની સંખ્યામાં રમે, ને ફેબ્રુઆરી નાનું કુટુંબ સુખી કુટુંબની ભાવનાવાળો..! ખમતીધર મહિના પાસે ક્યારેય