જીવન સાથી - 47

(20)
  • 4.9k
  • 2
  • 3.2k

સ્મિત ખૂબજ દિલચસ્પીથી બેબાકળો બનીને પ્રેમ વિશે સાંભળવા તત્પર બની રહ્યો હતો એટલે ફરીથી એનો એ જ પ્રશ્ન તેણે આન્યાને રીપીટ કર્યો કે પેલું પ્રેમ વિશે તું મને કંઈક સમજાવવાની હતી ને..? તો સમજાવને યાર..‌ આન્યા: હા, જો સાંભળ તારે સાંભળવું જ છે તો તને સમજાવું કે પ્રેમ કોને કહેવાય..!! જે આકર્ષણથી થાય તેને પ્રેમ ન કહેવાય જે જાણવાથી થાય તેને પ્રેમ કહેવાય... સ્મિત: એટલે હું કંઈ સમજ્યો નહીં ? આન્યા: હું દેખાવમાં સુંદર છું, પૈસેટકે ખૂબ સુખી છું, ખૂબજ સારા ઘરપરિવારથી બીલોન્ગ્સ કરું છું, ભણવામાં ખૂબજ હોંશિયાર છું. આ બધું જોઈને જે મને પ્રેમ કરે તે સાચો પ્રેમ નથી