લવ ફોરેવર - 1

(23)
  • 6.6k
  • 3.5k

Part :-1 "અરે..... આ લાસ્ટ ચાન્સ છે જો આ ઈન્ટરવ્યુ પણ મિસ થઈ ગયું તો પૂરું. પપ્પા મને તેમની પાસે બોલાવી લેશે." પાયલ ખૂબ જ ચિંતા માં હતી. પાયલ એક જગ્યા એ ઈન્ટરવ્યુ માટે જઈ રહી હતી પરંતુ ટ્રાફિકના કારણે લેટ થઈ ગઈ હતી.પાયલ ઓફિસના બિલ્ડિંગ પાસે ઉતરી અને ઓટો વાળાને પૈસા આપી બિલ્ડિંગ ના મેઈન ગેટની અંદર આવી. પાયલ ઝડપથી અંદર જઈ રહી હતી. ત્યા સામે રસ્તામાં પાયલ ની ઉંમરનો એક છોકરો ઊભો હતો. પરંતુ તેને જોઈને લાગતું હતું એ એડ્રેસ ભૂલી ગયો હતો. કારણ કે આ એક કોમર્સિયલ બિલ્ડિંગ હતું. બધા લોકો એકદમ ફોર્મલ અને વેલ ડ્રેસ હતા.